રિપોર્ટર : સ્મિત કે. જયસ્વાલ
17 નવેમ્બર 2025ના રોજ ગાંધીનગર સ્થિત SAI ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ખેલમહાકુંભની હોકી સ્પર્ધામાં ઓમ લેન્ડમાર્ક સ્કૂલના ભાઈઓએ ઉમદા રમત પ્રદર્શિત કરી જિલ્લા સ્તરે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ખેલાડીઓની આ સિદ્ધિએ માત્ર સ્કૂલનું જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાનું નામ ગૌરવન્વિત કર્યું છે.
સ્પર્ધા દરમિયાન ખેલાડીઓએ ટીમ વર્ક, ઝડપી નિર્ણય, શારિરિક ક્ષમતા અને રમત પ્રત્યેનો જુસ્સો દર્શાવ્યો હતો. હોકી મેદાન ઉપર તેમના પ્રદર્શનને જોઈ દર્શકો તથા ઉપસ્થિત અધિકારીઓએ પ્રશંસા વરસાવી હતી. ટીમના તમામ ખેલાડીઓએ સ્પર્ધાની શરૂઆતથી અંત સુધી દમદાર રમત દેખાડી અને અંતિમ મુકાબલામાં પ્રતિસ્પર્ધીઓને પાછળ મૂકતાં વિજેતા બન્યા હતા.
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સ્કૂલના ટ્રસ્ટીશ્રીઓ તથા આચાર્યશ્રીએ સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે પણ સ્કૂલના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. સ્કૂલ તરફથી જણાવાયું હતું કે ખેલાડીઓને મળતી સતત તાલીમ, માર્ગદર્શન અને રમતગમતને પ્રોત્સાહન આપતી શૈક્ષણિક નીતિનો આ શ્રેય છે.
ઓમ લેન્ડમાર્ક સ્કૂલના હોકી ખેલાડીઓની જીતથી શૈક્ષણિક પરિસરમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફે ટીમની સિદ્ધિ પર ગૌરવ વ્યક્ત કર્યું છે.







