બાબરામાં નગરપાલિકાનું નવું સેવા સદન તૈયાર—22 નવેમ્બરે ઉર્જા મંત્રી કૌશિક વેકરીયા કરશે લોકાર્પણ

SHARE:

અહેવાલ.મહેશ મેવાડા(બાબરા)

બાબરા શહેરના વિકાસમાં એક મહત્વપૂર્ણ ઉમેરો થવા જઈ રહ્યો છે. શહેરની નવનિર્મિત નગરપાલિકા સેવા સદન કચેરીનું ભવ્ય લોકાર્પણ 22 નવેમ્બર 2025, બપોરે 3:00 કલાકે યોજાશે. કેપીએ ગર્લ્સ હાઈસ્કૂલની બાજુમાં બનેલી આ આધુનિક કચેરીનો ઉદ્ઘાટન રાજ્યના ઉર્જા મંત્રી અને અમરેલી જિલ્લાના યુવા નેતા માનનીય કૌશિકભાઈ વેકરીયા કરશે.

લોકાર્પણને યાદગાર બનાવવા માટે ત્રિવિધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં—

મંત્રીશ્રીનું સન્માન

શહેર ભાજપનું નૂતન વર્ષાભિનંદન સ્નેહમિલન

નવી નગરપાલિકા કચેરીના લોકાર્પણ સમારંભ

કાર્યક્રમમાં અમરેલી સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, બાબરા-લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, તથા શહેર-તાલુકા વિસ્તારના આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપશે.

નવી કચેરીનું નિર્માણ પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને સભ્ય શ્રીમતી રેખાબેન લલીતભાઈ આંબલીયાના કાર્યકાળ દરમિયાન તેમના વિશેષ પ્રયત્નો અને સફળ રજૂઆતોના પરિણામે શક્ય બન્યું હતું. તેમના આગ્રહને કારણે આ યોજના તરત મંજૂર થઈ અને આજે સાકાર સ્વરૂપ લઈ રહી છે.

બાબરા શહેરથી થોડા અંતરે આવેલી આ નવી કચેરી વધુ સુવિધાસભર, સુગમ અને આધુનિક સેવાઓ આપશે, જેથી નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં વધુ સરળતા આવશે.

નગરપાલિકા પ્રમુખ પ્રવિણભાઈ કરકર, ઉપપ્રમુખ અંકુરભાઈ જસાણી, કારોબારી ચેરમેન લિલાબેન મકવાણા, ચીફ ઓફીસર રવીકુમાર વેકરીયા, તેમજ શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પરવડીયાએ બાબરાના નાગરિકોને વિશાળ ઉપસ્થિતિ સાથે કાર્યક્રમને સફળ બનાવવા વિનંતી કરી છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન સમારંભનું પણ આયોજન રાખવામાં આવ્યું છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!