કડી સર્વ વિશ્વ વિદ્યાલયમાં Horizon–2025નો ધમાકેદાર પ્રદર્શન: ૨૪ ઈનોવેેટિવ સ્ટોલ્સ સાથે ૬૭૦૦ વિદ્યાર્થીઓને મળ્યું ભવિષ્યનું વિઝન

SHARE:

અહેવાલ:નિસર્ગ પટેલ

ભવિષ્યના ગ્રીન કોમર્સ, ટેકનોલોજી અને મેનેજમેન્ટની નવી દિશા તરફ ૬૭૦૦થી વધુ વિદ્યાર્થીઓનું માર્ગદર્શન

“કર ભલા હોગા ભલા” અને “શિક્ષણ એ જ સાચી સેવા” જેવા સિદ્ધાંતોને કેન્દ્રસ્થાને રાખીને છેલ્લા એક સદીથી વધુ સમયથી શિક્ષણક્ષેત્રે અગ્રણી સ્થાન ધરાવતી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી દ્વારા પ્રગતિશીલ શિક્ષણ અને નવી પેઢીની કારકિર્દી દિશા નક્કી કરવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. કડીની યુનિવર્સિટી–કડી સર્વ વિશ્વ વિદ્યાલય, ગાંધીનગર દ્વારા તા. ૧૦ અને ૧૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ બે દિવસીય Horizon–2025 – EcoBizTech: Managing Innovation for Sustainable Future with Green Commerce થીમ આધારિત વિશાળ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ટેકનોલોજી–મેનેજમેન્ટ–કોમર્સનું સંગમ

આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને આજના ઝડપથી બદલાતા ટેકનોલોજીકલ યુગમાં નવીનતા, ગ્રીન કોમર્સ, સ્ટાર્ટઅપ કલ્ચર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્માર્ટ ફાર્મિંગ અને ડિજિટલ બિઝનેસ મોડેલો વિશે વાસ્તવિક અનુભવ આપી ભવિષ્યની કારકિર્દી માટે તૈયાર કરવાનું હતું.

કોલેજના અભ્યાસક્રમો પર વૈશ્વિક પ્રગતિની કેવી અસર પડે છે અને વિદ્યાર્થીઓ પોતાના ક્ષેત્રમાં આગળ કેવી રીતે વધી શકે – તે દિશામાં માર્ગદર્શન આપવા લાઇવ પ્રોજેક્ટ્સ, વર્કિંગ મોડેલ્સ અને કન્સેપ્ટ સ્ટોલ્સ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમનું નેતૃત્વ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી અને ગાંધીનગરના આદરણીય ચેરમનશ્રી વલ્લભભાઈ એમ. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ થયું.

૨૪ થીમ આધારિત સ્ટોલ્સ – નવી શોધ અને નવી દિશાનો આકાર

પ્રદર્શનમાં મેનેજમેન્ટ, કોમ્પ્યુટર અને કોમર્સ વિભાગ દ્વારા કુલ ૨૪ મોટા પ્રોજેક્ટ સ્ટોલ્સ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં,

Indi Start-Up Street: Nayi Soch, Nayi Disha

Agriedge – Leading the Future of Agriculture

AI World – The World of Artificial Intelligence

Smart Farms & AI Smart Farming

Waste Management – 3R: Reduce, Reuse, Recycle

Stock Market Revolution – Paper to Pixel

Smart Ports & Seamless Trade

Tech Chain – Transforming Supply Chains

Cyber Security Zone

Fully Automated Smart Café – AI Robotic Services

Visual Gaming & Simulation Technologies

સાથે સાથે સર્વ વિદ્યાલયની ૧૦૫ વર્ષીય શૈક્ષણિક સફરનો વિસ્તૃત ઝાંખી સ્ટોલ પણ વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.આ ઉપરાંત ૮ ફૂડ સ્ટોલ્સમાં વિદ્યાર્થીઓએ સ્વયં વ્યવસ્થાપન, ખરીદી–વેચાણ, નફો–નુકસાન અને માર્કેટિંગનો વાસ્તવિક અનુભવ મેળવી પ્રાયોગિક બિઝનેસ સ્કિલ્સ વિકસાવી.

“અમે પણ કરી શકીએ” – સ્ટૂડન્ટ-ડ્રિમ પ્રોજેક્ટ્સની વિશેષતા

આ પ્રદર્શનની સૌથી ખાસ વાત એ હતી કે બધા જ પ્રોજેક્ટ્સ કોલેજના હાલના વિદ્યાર્થીઓએ જ તૈયાર કર્યા હતા. એથી ધોરણ ૧૧–૧૨ના મુલાકાતી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જાગે કે તેઓ પણ ભવિષ્યમાં આવા પ્રોજેક્ટ્સ બનાવી શકે છે.વિદ્યાર્થી સંચાલિત મોડેલ્સમાં ટેક્નોલોજીનો ઉપયોગ, માર્કેટ રિસર્ચ, નવીન ડિઝાઇનિંગ અને પ્રેઝન્ટેશન સ્કિલ્સનો અભૂતપૂર્વ સમન્વય જોવા મળ્યો.

ઉદ્ઘાટન અને માનનીયોના શુભાશિષ

પ્રદર્શનનું ઉદ્ઘાટન ચેરમનશ્રી વલ્લભભાઈ એમ. પટેલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વરિષ્ઠ મંત્રીશ્રીઓ શ્રી રમણભાઈ પટેલ, શ્રી મણીભાઈ પટેલ અને શ્રી જગદીશભાઈ પટેલની ઉપસ્થિતિ રહી હતી.

ચેરમનશ્રી વલ્લભભાઈએ પોતાના સંબોધનમાં કાર્યક્રમને ઉત્તમ આયોજન બદલ પ્રશંસા વ્યક્ત કરી અને ભવિષ્યમાં વધુ નવીનતા આધારિત પહેલા હાથ ધરવા પ્રેરણા આપી. તેમણે ખાસ કરીને કોલેજોના મુખ્યજનો અને સંકલનકારોને શુભેચ્છા પાઠવી.

૨ દિવસમાં ૬૭૦૦થી વધુ વિદ્યાર્થીઓની હાજરી – પ્રદર્શન બન્યું રાજ્યસ્તરીય આકર્ષણ

આ પ્રદર્શનની અસર અને તેની વ્યાપકતા એથી સ્પષ્ટ થાય છે કે કડી, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાના ૫૭ શાળાઓમાંથી ૬૭૦૦થી વધુ વિદ્યાર્થીઓ,તેમજ ૧૦૦થી વધુ શિક્ષકો અને ૨૦થી વધુ પ્રિન્સીપાલ્સે મુલાકાત લીધી હતી.પ્રત્યેક સ્ટોલ પર વિદ્યાર્થીઓને વિગતવાર માહિતી આપવામાં આવી હતી, જેનાથી તેઓને ટેકનોલોજી અને મેનેજમેન્ટ ક્ષેત્રની નવી દિશાનો સચોટ પરિચય મળ્યો.

આયોજન પાછળની ટીમની નિષ્ઠા

બે દિવસીય કાર્યક્રમને સફળ બનાવવા મેનેજમેન્ટ, કોમ્પ્યુટર અને કોમર્સ વિભાગના પ્રોફેસરો,કોલેજોના પ્રિન્સીપાલશ્રીઓ,સંકલન ટીમ,તેમજ સૈંકડો વિદ્યાર્થીઓ દ્વારા અદમ્ય મહેનત કરવામાં આવી.

ચેરમનશ્રીએ ખાસ કરીને

ડો. ભાવિન પંડ્યા (ડિરેક્ટર – SVIOM),

ડો. રૂપેશ વ્યાસ (ડીન – કોમ્પ્યુટર),

ડો. વિજ્ઞા ઓઝા (ડીન – કોમર્સ),

ડો. કપિલ ત્રિવેદી (પ્રિન્સીપાલ – M.P. પટેલ કોલેજ ઓફ કોમર્સ),

ડો. રમાકાંત પ્રુસ્ટે (પ્રિન્સીપાલ – N.P. કોલેજ ઓફ કમ્પ્યુટર & મેનેજમેન્ટ સ્ટડીઝ),

ડો. નીર્મિશ પટેલ

તેમજ તમામ અધ્યાપકોને વિશેષ અભિનંદન પાઠવ્યા.

નિષ્કર્ષ – ભવિષ્યની ટેક–કોમર્સ પેઢીનો વિશ્વાસ વધારતું પ્રદર્શન

Horizon–2025 માત્ર પ્રદર્શન નહિ પરંતુ ભવિષ્યના Every Student Innovator બનાવવા તરફનું સર્વ વિદ્યાલય કેળવણી મંડળનું દ્રષ્ટિપૂર્ણ પગલું સાબિત થયું.ગ્રીન કોમર્સ, ટેકનોલોજીકલ ઈનોવેશન અને બિઝનેસ મેનેજમેન્ટના સંગમથી સજ્જ આ કાર્યક્રમથી હજારો વિદ્યાર્થીઓમાં નવા સપનાઓ અને નવી વિચારસરણીને જન્મ મળ્યો છે.

Nisarg Patel
Author: Nisarg Patel

Leave a Comment

और देखें
error: Content is protected !!