જૂનાગઢ
2 જુલાઈ ભગવાન નેમીનાથ ના નિર્માણ દિન તરીકે ઉજવવામાં આવે છે.નિર્માણ દિન ના દિવસે હજારો ની સંખ્યામાં દિગમ્બર જૈન સમાજના ભાવિકો ભગવાનના દર્શને યાત્રાધામ ગિરનાર પર્વત પર પહોચતા હોય છે.
જ્યારે સનાતન ધર્મ મા અહી ભગવાન દત્તાત્રેય મહારાજે તપ કર્યુ હોય અહી ની ટૂંક દત્તાત્રેય ટુંક તરીકે પૂજાય છે. જૈન સમાજ દત ભગવાન ની ટુંક તેમજ પાદુકા ને ભગવાન નેમીનાથ માને છે.આજે દીગંબર જૈન સમાજ દ્વારા નિર્વાણ લાડુ ની વિધી દત ટુક પર કરવા મોટી સંખ્યામાં સમાજ ઉમટી પડે છે.તંત્ર દ્વારા ગિરનાર સીડી ના પહેલે પગથીયે વિધી કરવાની પરવાનગી આપવામાં આવી હતી.હાલ આ જગ્યા બાબતે કોર્ટ મેટર ચાલતી હોય દત્તાત્રેય ટુંક પર વહીવટી તંત્ર દ્વારા મનાઈ કરવમાં આવી હતી.મોડી રાત્રી થી જ જૈન સમાજ ખૂબ મોટી સંખ્યામાં ગિરનાર પર ચડી રહ્યો હતો.
કોઈ ઘર્ષણ કે વાદ વિવાદ ના થાય તે માટે ડીવાયએસપી સહીતના અધિકારીઓ તેમજ પોલીસના જવાનોના કાફલાનો ગિરનાર સીડી પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાનું જુનાગઢ ડિવિઝન ડિવાયએસપી હિતેશ ધાંધલીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું






