વ્યાજખોરો ના ત્રાસ થી વધુ એક યુવકે ઝેરી દવા ગટગટાવી

SHARE:

પઠાણી ઉઘરાણી અને મૂડી કરતા વધુ પૈસા આપ્યા હોવા છતાં વ્યાજખોરો નો ધાકધમકી થી ઊંઝા તાલુકાના મહેરવાડા ગામના યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા પોલીસે છ ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#ucide#sucide

      મહેસાણા જિલ્લામાં વ્યાજખોરો નો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે.ઊંચા ટકે વ્યાજ આપી પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો ના ત્રાસ થી કેટલાય લોકો આત્મહત્યા કરી ચૂક્યા છે તેવામાં વધુ એક આશાસ્પદ યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા પરિવાર હતપ્રભ બની ગયો છે.

બનાવની વિગત અનુસાર ઊંઝા તાલુકાના મહેરવાડા ગામના યુવકને પૈસા ની જરૂર પડતા કેટલાક લોકો પાસે થી પૈસા લીધા હતા . યુવકે ધીમધીમે સગવડ થતા મૂડી કરતા વધારે પૈસા ભરી દીધા હોવા છતાં વ્યાજખોરો વધારે પૈસા ની માંગણી કરી ધાકધમકી આપતા હતા.વ્યાજખોરોએ યુવક પાસે થી પાંચ થી દસ ટકા જેટલું વ્યાજ લીધું હતું તેમ છતાં વધારે પૈસા ની ઉઘરાણી કરી યુવક પાસે થી લખાવી લીધેલ કોરા ચેક બેંકમાં ભરવાની ધમકી આપતા હતા જેથી વધુ ઉઘરાણી કરી ધમકીઓથી ત્રાસી મહેશ સોલંકીએ ઝેરી દવા ગટગટાવી હતી જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં પોલીસે ઘટનાની ગંભીરતા સમજી છ વ્યાજખોરો વિરુદ્ધ મહેશ સોલંકી ના નિવેદનને આધારે ગુનો નોંધી આગળ ની કાર્યવાહી કરી હતી.

Leave a Comment

और देखें
error: Content is protected !!