મહેસાણા જિલ્લા માં નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો. તરુણ દુગ્ગલ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર ની આંતરિક બદલીઓ કરવામાં આવી છે.આઠ પીઆઇ ઓની આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં વિવાદાસ્પદ જુગાર કેસમાં બદનામ થયેલા વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ વી આર વાણિયા ની બદલી લીવ રિઝર્વમાં કરી દેવામાં આવી છે.
ઘણા સમય થી પોલીસ ઇન્સ્પેક્ટર ઓની આંતરિક બદલી થવાની સંભાવના હતી ત્યારે જિલ્લામાં એકાએક આઠ પીઆઇ ઓની આંતરિક બદલી કરી દેવામાં આવતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.ત્રણ પોલીસ સ્ટેશનના પીઆઇ ને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે જેમની જગ્યાએ અન્ય પોલીસ સ્ટેશનમાંથી અને લીવ રિઝર્વમાં રહેલા પી.ડી.દરજી ને ખેરાલુ પોલીસ સ્ટેશન અને એચ.એલ.જોશીને વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે.
પીઆઇ ઓનું બદલી લિસ્ટ
નામ ક્યાં હતા. ક્યાં મુકાયા
પી. એલ.વાઘેલા. મ. શહેર A ડિવિઝન બેચરાજી પો.સ્ટે.
એસ.એસ. આનંદ. બેચરાજી પો.સ્ટે. લીવ રિઝર્વ
કે.જે.પટેલ. ખેરાલુ પો.સ્ટે. મ.શહેર A ડિવિઝન
પી.ડી.દરજી. લીવ રિઝર્વ. ખેરાલુ પો.સ્ટે.
કે.કે.ચૌધરી. સાયબર ક્રાઇમ પો.સ્ટે. વિજાપુર પો.સ્ટે.
ડી.આર.રાવ. વિજાપુર પો.સ્ટે. લીવ રિઝર્વ
વી.આર.વાણિયા. વડનગર સ્માર્ટ પો.સ્ટે. લીવ રિઝર્વ
એચ.એલ.જોશી. લીવ રિઝર્વ. વડનગર સ્માર્ટ પો.સ્ટે






