મહેસાણાના કડીમાં પોલીસ એક્શન મોડમાં: M માર્ટ પાસે ઘાતક હથિયારો સાથે હુમલો કરનાર ગેંગના 4 આરોપી ઝડપાયા

SHARE:

મહેસાણા:

કડી શહેરના M માર્ટ નજીક બનેલા ઘાતક હથિયારો સાથે હુમલા મામલે કડી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરતા 4 આરોપીઓને ઝડપ્યા છે. ઘટનામાં કુલ 5–6 આરોપીઓ સામેલ હોવાની માહિતી મળી છે, જ્યારે હજી 2 આરોપીઓ ફરાર છે.

  આ હુમલો થોડા દિવસ પહેલાં થયો હતો, જેમાં આરોપીઓ તલવાર અને ધારિયા જેવા હથિયારો સાથે વ્યક્તિ પર હુમલો કરતા જોવા મળ્યા. ઘટનાનો CCTV વીડિયો વાયરલ થતાં પોલીસ તરત જ એક્શન મોડમાં આવી હતી.

 

પોલિસે ઝડપાયેલા આરોપીઓને લઈને ઘટનાસ્થળ પર રી-કન્સ્ટ્રક્શન પણ કર્યું છે. પોલીસે હજી બાકીના 2 ફરાર આરોપીઓની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.

સ્થાનિક વ્યુઅર્સ માટે ખાસ: પોલીસ આ પ્રકારની ઘટનાઓ સામે જાગૃત રહેવા અને અસુરક્ષા દરમિયાન સહયોગ આપવા માટે લોકોએ આગ્રહ કર્યો છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!