ઝાંખર–વાડીનાર માર્ગનું આધુનિકરણ પૂરજોશમાં; 10 મીટર પહોળા માર્ગનું રિસર્ફેસિંગ અને નવા બ્રિજનું નિર્માણ શરૂ

SHARE:

રિપોર્ટર : વિશાલ જે. હરવરા, જામનગર

જામનગર જિલ્લાના સૌથી વ્યૂહાત્મક અને અતિ મહત્ત્વના ગણાતા ઝાંખરથી વાડીનાર સુધીના 10.7 કિમી લાંબા માર્ગનું આધુનિકીકરણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. વિસ્તારમાં ઔદ્યોગિક તથા સુરક્ષા આધારિત પ્રવૃત્તિઓના સતત વિસ્તરણને ધ્યાનમાં રાખતાં આ માર્ગનું સુદ્રઢિકરણ ખૂબ અગત્યનું બને છે.

માર્ગની હાલની સ્થિતિને સુધારવા માટે 10 મીટર પહોળાઈ સાથે રિસર્ફેસિંગ, જરૂરી સ્થળોએ સીસી રોડ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે સાથે રસ્તા પર આવેલા જૂના અને જર્જરિત બ્રિજોને તોડી નવા મજબૂત બ્રિજનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે. આ કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે અને અનેક ભાગોમાં મહત્વપૂર્ણ પ્રગતિ જોવા મળી રહી છે.

માર્ગનું વ્યૂહાત્મક મહત્વ અત્યંત વિશાળ

જામનગર માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર વિજય ગૌસ્વામીએ માર્ગના મહત્વ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે —

“ઝાંખર–વાડીનાર રોડ જામનગર જિલ્લાના વિકાસ માટે અત્યંત અગત્યનો માર્ગ છે. આ માર્ગ સીધો વાડીનાર પોર્ટ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, તથા વિશ્વપ્રસિદ્ધ નરારા મરીન નેશનલ પાર્કને જોડે છે. તેથી આ માર્ગના આધુનિકરણનું મહત્ત્વ માત્ર સ્થાનિકજ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે છે.”

વાડીનાર પોર્ટ અને નરારા ટાપુ માટે યાત્રા વધુ સુરક્ષિત

આ માર્ગ મારફતે —

પોર્ટ માટેના માલ-વહિવટ,

કોષ્ટ ગાર્ડની સુરક્ષા સંબંધિત હેરફેર,

તેમજ પર્યટકોની નરારા ટાપુ તરફની અવરજવર

— આવનારા સમયમાં વધુ ઝડપી, સુરક્ષિત અને સરળ બનશે. સુધારેલા માર્ગના કારણે ભારે વાહનવ્યવહાર પણ સરળતાથી સંભાળી શકાશે.

જિલ્લાના વિકાસને મળશે નવું બળ

આ સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થતાં માત્ર માર્ગવ્યવસ્થા જ સુધરશે નહીં, પરંતુ —

પોર્ટ આધારિત ઔદ્યોગિક વિકાસ,

દુર્લભ સમુદ્રી જીવવિધ્યતા ધરાવતા નરારા મરીન નેશનલ પાર્ક તરફ વધતી ટૂરિઝમ,

સુરક્ષા સંસ્થાઓની સરળ કામગીરી,

અને ઝાંખર–વાડીનાર વિસ્તારના આર્થિક વિકાસને પણ મહત્વનો વેગ મળશે.

જામનગર જિલ્લાના સર્વાંગી વિકાસમાં આ પ્રોજેક્ટ માઈલસ્ટોન સાબિત થવાનો નિષ્ણાતોનો મત છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!