RBIની કરન્સી ચેસ્ટમાંથી ₹8.70 કરોડની ચોરી કરનાર બેંક કર્મચારી ઝડપાયો

SHARE:

કાલુપુર બેંક ઓફ બરોડામાં કરોડોની ચોરીનો ભાંડો ફૂટ્યો
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની RBI કરન્સી ચેસ્ટમાંથી ₹8.70 કરોડની ચોરી કરનાર જોઈન્ટ કસ્ટોડિયન હરસિદ્ધ કડિયારને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા 15 વર્ષથી બેંકમાં ફરજ બજાવતો હતો.

₹500ની 174 રીલ ગાયબ થતા મામલો સામે આવ્યો
બેંકના ઓડિટ દરમિયાન ₹500ની કુલ 174 રીલ ઓછી હોવાનું સામે આવ્યું હતું. જેની કુલ કિંમત અંદાજે ₹8.70 કરોડ થાય છે. ત્યારબાદ બેંક સત્તાવાળાઓએ CCTV ફૂટેજ ચકાસતા આરોપીની હરકતો સામે આવી હતી.

‘ભંગાર’ના બહાને બોક્સ બહાર લઈ ગયો
તપાસમાં સામે આવ્યું કે આરોપી હરસિદ્ધ કડિયારે 13 જાન્યુઆરીના રોજ બોક્સમાં રોકડ ભરી બેંક બહાર કાઢી હતી. તેણે સ્ટાફને કહ્યું હતું કે બોક્સમાં ભંગાર છે અને બહાર ફેંકવા લઈ જઈ રહ્યો છે.

90 દિવસ સુધી રાહ જોઈ પછી ફરાર થયો
આરોપીએ CCTV ફૂટેજ 90 દિવસ બાદ ડિલીટ થઈ જશે એવી ગણતરીથી ચોરી બાદ પણ નોકરી ચાલુ રાખી હતી. બાદમાં મેડિકલ લીવનું બહાનું બનાવી 20 એપ્રિલથી ગાયબ થઈ ગયો હતો.

સોલામાંથી ઝડપાયો, ₹2.20 કરોડ કબજે
ઝોન-3 LCB ટીમે આરોપીને સોલા વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. આરોપીની કારમાંથી પોલીસે ₹2.20 કરોડની રોકડ, મોબાઈલ અને કાર કબજે કરી છે.

ચોરીના પૈસાથી કરોડોની મિલકત ખરીદી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ ચોરીના પૈસાથી ચાંદખેડામાં અંદાજે ₹2 કરોડનો બંગલો અને ₹1.40 કરોડની દુકાન ખરીદી હતી. ઉપરાંત તેણે એક નાનું કોમર્શિયલ વાહન ખરીદ્યું અને ક્રિપ્ટોકરન્સીમાં પણ રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે.

પત્ની RPFમાં હેડ કોન્સ્ટેબલ
આરોપીની પત્ની રેલવે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. પોલીસ હાલ તેની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે.

અન્ય બે શખ્સોની પૂછપરછ ચાલુ
પોલીસે આ કેસમાં સુલતાન અને ઝુલ્ફીકાર નામના બે શખ્સોની પણ અટકાયત કરી છે. બંને કેશ ટ્રાન્સફર સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!