મધ્ય-પૂર્વમાં વધ્યું સૈન્ય તણાવ
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે મધ્ય-પૂર્વમાં સુરક્ષા સ્થિતિ વધુ સંવેદનશીલ બની રહી છે. વિવિધ આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર, અમેરિકાએ પોતાના સૈન્ય સંસાધનોને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે યુરોપ અને મધ્ય-પૂર્વના વ્યૂહાત્મક વિસ્તારોમાં વધારાની તૈનાતી શરૂ કરી છે.
જોકે, અમેરિકા તરફથી સંપૂર્ણ સૈન્ય કાર્યવાહી અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
વિવિધ એરબેઝ પર ફાઈટર જેટ્સ તહેનાત
અહેવાલો મુજબ અમેરિકાએ વિવિધ એરબેઝ પર F-35, F-15 અને F-16 ફાઈટર જેટ્સ મોકલ્યા છે.
-
ઈંગ્લેન્ડના એરબેઝ પર F-35A અને F-15 વિમાનોની તૈનાતી.
-
ઈટાલી અને જર્મનીના અમેરિકન એરબેઝ પર F-16 ફાઈટર જેટ્સ મોકલાયા.
-
લાંબા અંતરના ઓપરેશન માટે એરિયલ રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ પણ તૈયાર રાખવામાં આવ્યા છે.







