કડી માં મહોરમ નિમિતે રંગબેરંગી તાજીયા નીકળ્યા :– મોટી સંખ્યામાં લોકોએ શોક મનાવ્યો

 

કડી

મહોરમ નિમિતે કડી શહેરમાંથી ત્રણ જગ્યાએથી તાજિયા ની ઝરી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો તાજિયા ના દર્શન માટે ઉમટી પડ્યા હતા.

મહોરમ એ હઝરત ઇમામ હુસૈન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોક (માતમ) મનાવવાનો તહેવાર છે.આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં અપવાસ (ઉપવાસ) રાખે છે.કરબલામાં શહીદી લગભગ 1400 વર્ષ પહેલા ઘટી હતી.પયગંબરે ઇસ્લામ હજરત મોહમ્મદૂરસુલુલ્લાહ ના નવાસા (દોહિત્ર) હઝરત ઇમામ હુસેને પોતાના બોતેર સાથીઓ સાથે શહાદત અપનાવી હતી.

ચૌદસો વર્ષ થી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્વ છે કારણકે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં પરંતુ કોઈપણ અકીદા થી સબંધિત વ્યક્તિ જે અત્યાચારો ની વિરુદ્ધ અને સચ્ચાઈ નો સમર્થક છે એ હજરત હુસૈન અને એમના સાથીઓની કુરબાની ઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે.આ પ્રસંગે કડી શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી જુલુસ નીકળ્યું હતું જેમાં તાજિયા ની ત્રણ જરી નીકળી હતી.ઢોલ નગારા સાથે નીકળેલી જરી ઓનાં લોકોએ દર્શન કર્યા હતા અને લોકોએ શહીદો ની યાદમાં શોક વ્યક્ત કર્યો હતો.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *