મહેસાણામાં સન લોજીસ્ટિક્સનો ‘દંડ રાજ’ ખુલ્લો: પાલિકાના નામે વસૂલાત, પૈસા ખાનગી ખાતામાં!

SHARE:

મહેસાણા મહાનગર પાલિકાનું ટ્રાફિક નિયમન કામ સવાલોની લપેટમાં

‘સન લોજીસ્ટિક્સ’ દ્વારા ખાનગી ખાતામાં દંડ વસૂલીનો ચોંકાવનારો ઘટસ્ફોટ — ટેન્ડરથી લઈને કલેક્શન સુધીના ગંભીર ગોટાળાઓ બહાર

 

 મહેસાણા શહેરમાં “ટ્રાફિક શિસ્ત”ના નામે ચાલતી દંડ વસૂલી હવે સીધી નાણાકીય ગેરરીતિ, ઓથોરાઈઝેશનની ખામીઓ અને મહાનગર પાલિકાની જવાબદારી પર આંગળી ચીંધનાર બની ગઈ છે. મહેસાણા મહાનગર પાલિકાએ શહેરમાં ટોઈંગ–લોકિંગ અને દંડ વસૂલીનું કામ ખાનગી કંપની ‘સન લોજીસ્ટિક્સ’ ને સોંપ્યું છે, પરંતુ અમારી ટીમની રિયાલિટી ચેક માં એવી વિગતો સામે આવી છે જેને “સરકારી કોન્ટ્રાક્ટની આડમાં ચાલતું ખાનગી વસૂલી રાજ” કહી શકાય.

આ ગોટાળો માત્ર એડમિનિસ્ટ્રેશન માટે નહીં, પરંતુ આખા શહેરના નાગરિકો માટે ચેતવણીનું સિગ્નલ છે.

ભાગ 1

ટ્રાફિક દંડનુ ‘ખાનગી રાજ’ — પોલીસ વિના ખાનગી માણસોનો દંડ!

હાલ મહેસાણા શહેરમાં દંડની રકમ આ પ્રમાણે છે:

ટુ વ્હીલર દંડ: ₹300

ફોર વ્હીલર દંડ: ₹800

પરંતુ સૌથી મોટો સવાલ શું?

   કોઈ પણ સ્થળે ટ્રાફિક પોલીસ, મ્યુનિસિપલ અધિકારી કે સત્તાવાર પ્રતિનિધિ હાજર નથી.દંડનો નિર્ણય, વાહન લોકિંગ, ટોઈંગ — બધુંજ ખાનગી કંપનીના સ્ટાફના હાથમાં.

અમારા રિયાલિટી ચેકમાં ખુલ્યું:

કયું વાહન અટકાવવું તે નિર્ણય સન લોજીસ્ટિક્સના કર્મચારીઓ જ લે છે

કાર્યવાહી માટે કોઈ સરકારી પ્રોટોકોલ નથી

નોટિસ–ચેતવણીનો કોઈ નિયમ લાગુ નથી

દંડ વસૂલી સંપૂર્ણ રીતે ખાનગી તંત્રના નિયંત્રણમાં

આવુ મોડેલ સરકારી નિયમના નામે ખાનગી વેરો વસૂલી જેમ લાગે છે.

ભાગ–2

સૌથી મોટું ચોંકાવનાર પાસું — દંડની પાવતીમાં મહાનગર પાલિકાનું નામ જ નથી!

સ્થળ પરથી મેળવેલી પાવતીઓમાં જોવા મળ્યું:

ક્યાંય “મહેસાણા મહાનગર પાલિકા”નો ઉલ્લેખ નથી

ઘણી પાવતીઓ માત્ર “રકમ” અને “તારીખ”ના કાગળ

કેટલાક કેસમાં કંપનીનું નામ પણ નથી

એક વકીલના શબ્દોમાં:

 “પાલિકાનું નામ વગરની પાવતીનો અર્થ— આ સરકારી દંડ નથી… એક ખાનગી વસૂલી છે!”

આવો લૂઝ સ્ટ્રક્ચર કોઈપણ સરકારી વેરા–દંડ–ફી માટે કાયદેસર માન્ય જ નથી.

ભાગ–3

ખુલાસો: દંડની રકમ ‘વ્યક્તિગત બેંક ખાતામાં’ જમા થાય છે!

જ્યારે અમારી ટીમે પાવતી પરનો QR કોડ સ્કેન કર્યો, ત્યારે હકીકત ખુલાસો કરે છે કે

 પૈસા એક વ્યક્તિના પ્રાઈવેટ બેન્ક એકાઉન્ટમાં જમા થાય છે!

આનો અર્થ:

ન સરકારી ખજાનામાં રકમ,ના મ્યુનિસિપલ રેકોર્ડ,ન કોઈ ઓડિટ,ન કોઈ પારદર્શિતા

આ જેવી પ્રક્રિયા સીધી–સીધી નાણાકીય કૌભાંડની શ્રેણીમાં આવે.

મુખ્ય સવાલો:

1️⃣ ટેન્ડરમાં “વ્યક્તિગત ખાતામાં વસૂલી”ની મંજૂરી હતી?

2️⃣ મ્યુનિસિપલ કમિશનરે QR કોડ વેરીફાઈ કર્યો કે નહીં?

3️⃣ રીકવરીની રકમમાંથી મહાનગર પાલિકાનો હિસ્સો ક્યાં છે?

4️⃣ જો એકાઉન્ટ વ્યક્તિગત છે — તો આ વસૂલી કાયદેસર કેવી થઈ?

ભાગ–4

ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ — માત્ર કાગળ પરના નિયમો?

અમારી તપાસમાં જાણવા મળ્યું કે:ટેન્ડરની ઘણા નિયમો અને ડોક્યુમેન્ટ્સ જાહેર ડોમેનમાં જ મૂકવામાં આવ્યા નથી

મોનિટરિંગ કમીટી અસ્તિત્વમાં છે કે નહિ — સ્પષ્ટ નથી

CCTV–ડિજિટલ સર્વેલન્સનો કોઈ રેકોર્ડ નથી

કંપનીની કામગીરીની કોઈ રીયલ–ટાઈમ ઓડિટ સિસ્ટમ નથી

એક વરિષ્ઠ સરકારી સૂત્ર જણાવે છે:

 “જો દંડની રકમ પાલિકા સુધી જતી નથી,તો આ ટેન્ડર સ્પષ્ટપણે કોઈને ફાયદો આપવા બનાવાયેલ મોડલ છે.”

આથી સ્પષ્ટ છે—ટેન્ડર કાગળ પર છે,પરંતુ વાસ્તવિક કમાન ખાનગી કંપનીના હાથમાં જ છે.

ભાગ–5

જવાબદાર કોણ? — મ્યુનિસિપલ કમિશનર પર સીધો સવાલ

મહેસાણા જેવા મોટા શહેરમાં દરરોજ થતી દંડ વસૂલીનો વોલ્યુમ લાખો રૂપિયા સુધી પહોંચે છે.

તો પછી:

👉 શું કમિશનર આ ગેરરીતિઓથી અજાણ છે?

👉 અથવા આ સમગ્ર સિસ્ટમને “મૌન સંમતિ” મળી છે?

👉 રકમ ખાનગી ખાતામાં જાય છે તેનો CONTROLLER કોણ છે?

👉 QR કોડની મંજૂરી કોણે આપી?

જો આ બધી પ્રક્રિયા કમિશનરના જ્ઞાનમાં નથી, તો—એટલો મોટો વેરો અધિકારીઓને ખબર વગર કેવી રીતે ચાલે છે? આ પ્રશ્નો શહેરની એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચરની કાબીલિયત પર સીધા પ્રહાર કરે છે.

ભાગ–6

લોકોમાં ઉગ્ર રોષ — “જાગો મહેસાણા” અભિયાનની શરૂઆત

સ્થાનિક નાગરિકોમાં ભારે નારાજગી છે. લોકો કહી રહ્યા છે:“આ દંડ નથી… આ તો ચોરી છે!”

“સરકારી નામ વગરની પાવતી શું કાયદેસર છે?”

“ખાનગી QR કોડથી વસૂલી કેવી રીતે માન્ય થઈ શકે?”

વિપક્ષ નેતા અને એડવોકેટ ચિરાગ પટેલ (સાંથલ) જણાવે છે:

 “આ ગેરકાયદેસર વસૂલી તાત્કાલિક બંધ થવી જ જોઈએ.

જો કમિશનર નિર્દોષ છે, તો કાર્યવાહી કેમ નથી?”

તારણ

એક શહેર, એક સિસ્ટમ અને અનંત સવાલો…

મહેસાણા મહાનગર પાલિકાની દંડ વસૂલી હવે માત્ર ટ્રાફિક પ્રશ્ન નથી—તે સરકારી પારદર્શિતા, ટેન્ડર ઈન્ટિગ્રિટી અને જનતા સામેની જવાબદારીનું પરીક્ષણ બની ગઈ છે.

હવે સવાલ માત્ર એટલો છે—

👉 શું આ ગોટાળો બહાર આવશે?

👉 શું દંડની રકમનો વાસ્તવિક ખેલ ખુલશે?

👉 અને શું આ “ખાનગી વેરો વસૂલી” પર અંતે બ્રેક લાગશે?

Nisarg Patel
Author: Nisarg Patel

Leave a Comment

और देखें
error: Content is protected !!